સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

ઉપલેટા પાલીકાનુ વર્ષ ૨૦/૨૧નું રૂ. ૮૭ કરોડની જોગવાઇનું બજેટ કારોબારી સમીતી દ્વારા મંજુર

ઉપલેટા તા. ૨૬: પાલીકાની કારોબારી સમીતીના  કારોબારી મહિલા ચેરમેન જયશ્રીબેન હસમુખભાઇ સોજીત્રાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ કારોબારી સમીતીની મિટીંગમાં રૂ. ૮૭ કરોડની જોગવાઇનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ બજેટ કોઇપણ પ્રકારના કરવેરા વધારા  વગર કે નવા  કરવેરાનો બોજ નાગરીકો  ઉપર લાદયા વગર  વર્ષાંતે  આશરે  રૂ. ૮૯ લાખની પુરાંત રહેવાનો અંદાન નક્કી કરવામાં આવેલ છે. નાગરીકો જાહેર  સુખાકારીની સાથે શહેરના સર્વાંગી વિકાસની ખેવના કરીને છેવાડાના વિસ્તારો સુધી  પરાથમીક  સુવીધાઓ મળી રહે તેવા આયોજન  માટે પીવાના પાણીની  સુવિધાઓ  તથા જાહેર સફાઇ  અને સ્વચ્છતા તેમજ રોડ રસ્તાઓને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવેલ છે.

આગામી વર્ષમાં સરકારશ્રીની ગ્રાંટમાંથી નલ સે જલ યોજના માટે જોગવાઇ રાખવામાં આવેલ છે.  તેમજ અન્ય યોજનામાંથી નગરપાલીકા માટે નવુ બિલ્ડીંગ તેમજ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામના આયોજન કરેલ છે.

(11:58 am IST)