સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

તમામ યુનિવર્સિટીના અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપો

યુનિવર્સિટી પરીક્ષાઓ લેવામાં સમય નિકળી જશેઃ અન્ડર ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ મુંઝાયા

 મોરબી તા. ર૬: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાજયના વિશ્વ વિદ્યાલય અને કોલેજના અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીની પરીક્ષાને લઇને ત્વરિત નિર્ણય કરે તેવી માંગ સાથે રાજયના શિક્ષણમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા શિક્ષણમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે હાલ રાજયભરમાં કોરોના મહમારીને ધ્યાનમાં લઇને રાજય સરકારે ધોરણ ૧ થી ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો જે નિર્ણય લેવાયો છે. તે અભિનંદનને પાત્ર છે જેથી નવું શૈક્ષણીક સત્ર સમયસર શરૂ થઇ શકે.

રાજયની તમામ યુનીવર્સિટીની શરૂ થતી પરીક્ષો હાલમાં રદ કરવામાં આવી છે પરંતુ કોલેજના વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિને લઇને અસમંજસમાં છે. કોરોના વાયરસને પગલે વર્તમાન સ્થિતિ જોતા લાગી છે કે યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજવામાં હજી સમય નીકળી શકે છે. જેથી વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ રહેશે સાથે નવું શૈક્ષણીક સત્ર સમયસર શરૂ થઇ શકશે નહી.

જે રીતે સરકારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં માસ પ્રમોશન નિર્ણય કર્યો છે.તેવી રીતે રાજયના તમામ યુનિવર્સિટીના અન્ડર ગરેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને નિયમ અનુસાર માસ પ્રમોશન આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ તનાવમુકત રહે અને નવું સત્ર સમય અનુસાર શરૂ થઇ શકે. જેથી આ અંગે શિક્ષણવિદો સાથે વિચાર વિમાર્શ કરી ત્વરિત નિર્ણય લેવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે માંગ કરી છ.ે

(11:57 am IST)