સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

મોરબી-ટંકારામાં દાદુ ફાઉન્ડેશન દ્વારા માસ્કનું વિતરણ

 મોરબીઃ દાદુ ફાઉન્ડેશન દ્વારા કોરોના વાયરસથી બચવા માટે મોરબી અને ટંકારામાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું .દાદુ ફાઉન્ડેશન દ્વારા ગો કોરોના મિશન ચલાવવામાં આવ્યું હતું અને બે દિવસ સુધી નિશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું .નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ, સ્ટેશન રોડ અને ટંકારામાં સતત કામ કરતા ટંકારા તાલુકા પંચાયત કર્મચારીઓ, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી ખાતે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું .સંસ્થા ઉપપ્રમુખ કુલદીપ ચાવડાએ જણાવ્યું હતું કે બધા લોકો દ્યરે રહે અને સરકારના નિયમોનું પાલન કરે જેથી કોરોના સામેની જંગ આપણે જીતું જઈશું તેમજ માસ્ક વિતરણ કાર્યક્રમમાં સહયોગ આપનાર ટેકનોસ્ટાર, માધવ ગૌશાળા ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનો પણ આભાર વ્યકત કર્યો હતો.માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:56 am IST)