સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

સોમનાથના દરજીએ કોરોના સામેનો જંગ જીતવા માસ્કો બનાવી સંચાને ધમધમતો રાખ્યો..

પ્રભાસ-પાટણ,તા.૨૬ : સોમનાથ મહાદેવના નગર પ્રભાસ-પાટણમાં જૈન દેરાસર રોડ ઉપર આવેલ શિવાલી ડ્રેસીઝના ટેઇલર દિપક શાંતિભા ઇ વૈયટાએ વિશ્વ કોરોના સંન્ક્રાંન્તિ દેહરતમાં અટવાયું છે. ત્યારે સેવાકીય ભાવનાથી વાયરલથી રક્ષણ આપતા તમામ માસ્કો પોતાના સીલાઇના સંચે કોઇપણ જાતના મહેનતાણા વગર સીવવાનું ચાલુ રાખી અંદાજે ૪૦૦ ઉપરાંત માસ્કો બનાવેલ છે.

આ માસ્ક બનાવવા માટેનું સફેદ કોટનનું કપડું, રબ્બર, દોરી પ્રભાસ-પાટણના નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જયદેવ જાની હાલ નગરપાલિકાના સભ્ય દ્વારા પુરૂ પાડવામાં આવેલ અને માસ્ક બન્યા બાદ તેનું વિતરણ પણ જનતામાં વીના મૂલ્યે જયદેવભાઇ કરી રહ્યા છે.

દિપકભાઇ સીલાઇમાં વપરાતા દોરાનો કે સીલાઇનો પણ ચાર્જ લેતા નથી અને આવા સંકટ કાળમાં લોકોની સેવા આ રીતે પણ થઇ શકે છે. તેનું સુંદર-પ્રેરક ઉદાહરણ રૂપ બન્યા છે.

(11:53 am IST)