સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

જૂનાગઢ મતક્ષેત્રમાં કોરોના સંદર્ભે તબીબી સાધનો માટે ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવતા ભીખાભાઇ

રાજકોટ, તા. ૨૬ :. વિધાનસભાના કોંગ્રેસના સભ્ય ભીખાભાઇ જોષીએ માનવતાનો સાદ સાંભળી જૂનાગઢ મત વિસ્તારમાં તબીબી સાધનો વસાવવા રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે.

આ અંગે ભીખાભાઈ જોષીએ જીલ્લા આયોજન અધિકારીને પત્ર પાઠવી જણાવ્યુ હતુ. જૂનાગઢ શહેરમાં કોરોના સંક્રમણ રોકથામ હેતુ રૂ. ૧૦,૦૦,૦૦૦ માસ્ક, સેનીટાઈઝર, સ્ટ્રેચર, ઓકસીજન સીલીન્ડર (રૂ. ૧૦ લાખ), થર્મલ સ્કેનર, આઈસોલેશન ઈકવીપમેન્ટ ઉપરાંત સક્ષમ કક્ષાએથી કરવાની થતી કામગીરી માટે ૧૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવા જણાવાયુ છે.

(11:52 am IST)