સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

બગવદરમાં ફોગીંગ તથા દવા છંટકાવ

.. પોરબંદર : તાલુકાના બગવદરની તમામ બજારો તમામ શેરીઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ સાથે ફોગીંગ મશીન દ્વારા ધુમાડાથી તમામ બજારોમાં ફોગીંગ મશીન ફેરવવામાં આવેલ. આ વાઇરસ ઉપર કાબુ મેળવી શકાય તે માટે દરરોજ પુરતી સફાઇ કરવામાં આવે છે અને તમામ ગટર - સાફ કરવામાં આવે છે આ જંતુનાશક દવાનો છંટકાવ તેમજ ફોગીંગ મશીન ફેરવવામાં આવેલ. સરપંચ વિક્રમભાઇ ઓડેદરા ઉપસરપંચ દેવાભાઇ ઓડેદરા તેમજ તલાટી મંત્રી મુસાભાઇ ગજ આ કામગીરીમાં સાથે રહેલ અને ગ્રામજનોને સૌ સૌ ના ઘરમાં રહેવાની અપીલ કરેલ કે કામ સિવાય બહારના નીકળવું ગામમાં ફોગીંગ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:43 am IST)