સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

હળવદમાં પોલીસની માનવતા મહેકી : શ્રમજીવી પરિવારોને અનાજની કીટનું વિતરણ

હળવદ તા. ૨૬ : પોલીસ એ પ્રજા નો મિત્ર છે એ સૂત્રને હળવદ પોલીસે સાબિત કરી બતાવ્યું છે. વિશ્વ આખું કોરોના વાયરસની મહામારી થી પીડાઈ રહ્યું છે ત્યારે દેશ માં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ કપરી પરિસ્થિતિ માં રોજનું લાવીને રોજ ખાનારા ઝૂંપડપટ્ટીમાં રહેતા દરિદ્ર નારાયણની વ્હારે હળવદ પોલીસ પરિવાર આવ્યો હતો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની અનાજ કરિયાણાની ૧૦૦ કીટ વિતરણ કરાઈ હતી.

જેમાં હળવદ જી.આઈ.ડી.સી વિસ્તાર, વિનોબા ગ્રાઉન્ડ, સ્ટેશન રોડ અને હળવદ શહેરમાં વિવિધ સ્થળો એ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હળવદ પોલીસ પરિવાર દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુની કીટ વિતરણ કરાઈ હતી ત્યારે કાલે શુ ખાસુ ??? એવી ચિંતા કરતા પરિવાર ની ચિંતા હાલ પૂરતી નિવારી છે.

આ તકે મોરબી જિલ્લા એસ ડી એમ ગંગાસિંગ,હળવદ પીઆઈ સંદિપ ખાંભલા, પીએસઆઇ પી.જી.પનારા, મોરબી જીલ્લા સરકારી વકીલઙ્ગ વિજયભાઈ જાની તથા હળવદ પોલીસ સ્ટાફના યોગેશદાન ગઢવી, દેવુભા ઝાલા,  કિરીટભાઇ જાદવ, ભાવેશભાઈ આહીર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)