સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

ધોરાજીમાં વાહનો ખુલ્લે આમ ફરે છે ભીડ થાય છે છતાં તંત્ર મૌન!

ધોરાજી,તા.૨૬: ધોરાજીમાં કોરોનાનો શંકાસ્પદ કેસ આવ્યા પછી પણ લોકો જાહેરમાં મોટરસાયકલ લઈને ફોરવીલ તેમજ રીક્ષા ધારકો ખુલ્લેઆમ ધોરાજીમાં ફરી રહ્યા છે જે દુઃખની બાબત છે.

હાલમાં કલમ ૧૪૪ તેમજ લોક ડાઉનમાં જાહેરનામાનો બીજા દિવસે પણ ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. જેમાં ત્રણ દરવાજા પાસે મોટી સંખ્યામાં લારીઓ અને ખરીદ કરવા આવેલા લોકો જોવા મળ્યા હતા. તેમજ નદી બજાર વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો અને લારીઓ એક સાથે જોવા મળ્યા હતા.

ગુજરાતના પોલીસ વડાએ વાહનો પર પ્રતિબંધ લાગ્યો છે. રીક્ષાઓ પર પ્રતિબંધ લાગ્યો છે. આવશ્યક સેવાઓ માટે છૂટ આપી છે પરંતુ ખુલ્લેઆમ રીક્ષાઓ ધોરાજીમાં ફરી છે અને ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઓપન જાહેરમાં ફરી રહ્યા છે ત્યારે કોરોના નો કેર અટકાવવા માટે તંત્રે શા માટે મૌન સેવી રહ્યું છે તે પણ એક સવાલ ઉભો થયો છે.

(11:39 am IST)