સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

પાવાગઢ જવા ગોંડલથી પગ પાળા નીકળેલા ૨૫ થી વધુ લોકોને લીંબડી લોક ડાઉન કરાયા

 વઢવાણ,તા.૨૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ તમામ મંદિરો ધાર્મિક સ્થળોને કોરોનાવાયરસ ના પગલે બંધ કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક લોકો હરિદ્વારમાં ફસાયા  ત્યારે આ લોકોને હાલ હરિદ્વારમાં રહેવા જમવા ખાવા પીવા માટે ની સુવિધાઓ કરવા માટે પણ ફાંફા પડી રહ્યા હોવાનું ફસાયેલા લોકોએ પોતાના પરિવારને જાણ કરી છે..

બીજી તરફ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા માંથી અન્ય ગામોમાં ચાલીને પસાર થતા સેવાભાવી  અને પગપાળા યાત્રા પૂરી કરવા જતાં યાત્રિકોને લીંબડી ખાતે રોકી રાખવામાં આવ્યા છે ત્યારે ખાસ કરીને પાવાગઢથી ગોંડલ તરફ જતા લોકો રાત્રી દરમ્યાન લીંબડી ખાતે lockdown કરીને લીંબડી ખાતે જ તેમને રહેવા જમવા ખાવાપીવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને હાલમાં કોઇ વાહન વ્યવહાર ન હોવાના કારણે આ લોકો થોડા દિવસ લીમડી રહે તેવી પણ સેવાભાવીઓ દ્વારા સલાહ આપવામાં આવી છે

ત્યારે આ લોકો ગોંડલના રીબડા થી પાવાગઢ સુધી ચાલીને પાવાગઢ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે લીંબડી પહોંચતા lockdown ની સરકાર શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવતા આ લોકોને લીંબડી ખાતે રોકી રાખવામાં આવ્યા છે ત્યારે ખાસ કરી લીંબડીના સેવા ભાવિકો દ્વારા લીમડી ગરીબોને પણ બહાર ન નીકળવા અને તેમના ઝૂંપડાં સુધી ભોજન પહોંચાડવા માટે ઠેરઠેર જગ્યાએ રસોડા ખોલીને ભોજન બનાવી ગરીબ વર્ગ સુધી પહોંચાડવા સેવાભાવી ઓ મેદાને આવ્યા છે.

(11:31 am IST)