સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th March 2020

ગરીબ શ્રમજીવી પરીવારો માટે ભુજની બે સંસ્થાઓની પહેલઃ એક હજાર પરીવારોને ખીચડીની સામગ્રી અપાઇ

ભુજ, તા., ૨૬:  ભુજ કોરોનાના કારણે લોકડાઉન દરમ્યાન ભુજના શ્રમજીવી વર્ગની વહારે બે સંસ્થાઓ આવી છે. શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ દ્વારા ખીચડીની રાશન સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરાયું છે બંને સંસ્થાના અધ્યક્ષ અને પુર્વ રાજયમંત્રીશ્રી તારાચંદભાઇ છેડાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વર્તમાનમાં ઉભી થયેલી પરિસ્થિતિ દરમ્યાન રોજનું કમાવીને રોજ ખાનારા અંદાજીત ૧૦૦૦ જેટલા પરીવારોને પ કિલોની ખીચડીની રાશન કીટનું વિતરણ કરાયું હતું. આ કાર્યમાં કવીઓ યુવા પાંખના પ્રમુખ અમીતભાઇ વોરા જીગરભાઇ છેડા સહીત અન્ય કાર્યકરો જોડાયા હોવાનું અંકીત ગાલાએ જણાવ્યું હતું.

(10:19 am IST)