સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th March 2019

અમરેલીમાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં મંડપ ઉડ્યા: માઇકમાંથી કહેવાયું આ તો ભાજપ હોય ત્યાં વાવાઝોડું હોય જ

જિલ્લામાં ભાજપનું વાવાઝોડું આવવું જોઇએ અને પાર્ટીનો વિજય થવો જોઇએ

અમરેલી :રાજ્યભરમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન આયોજિત થઇ રહ્યાં છે અમરેલીમાં પણ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું  ત્યારે ભારે પવનને કારણે સભા મંડપ ધરાસાયી થઇ ગયો અને કાર્યકર્તાઓમાં થોડીવારમાં માટે નાસભાગ મચી જવા પામી હતી

      ભારે પવનને કારણે સભા મંડપ ધરાસાયી થઇ જતા કાર્યકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી, મંચ પર આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને પોતાના સ્થાને બેસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી

    આ દરમિયાન મંચ પરથી માઇકમાં એવું પણ કહેવામાં આવ્યું કે ''આ તો ભાજપનું વાવાઝોડું છે, ભાજપ હોય ત્યાં વાવાઝોડું હોય જ, આવી જ રીતે જિલ્લામાં ભાજપનું વાવાઝોડું આવવું જોઇએ અને પાર્ટીનો વિજય થવો જોઇએ

   મંચ પરથી આગેવાનોએ કીધું કે આતો ભાજપનું વાવાઝોડું છે, ત્યારે હાજર કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી ગયો અને તમામ કાર્યકર્તાઓએ ભાજપ વિજયના નારા શરૂ કરી દીધા હતા.

   નેતાઓની સ્પિચ બાદ અચાનક પવનની ગતિ વધવા લાગી અને સભા મંડપ ઉડવા લાગ્યો હતો. જેમાં સભા મંડપનો એક સાઇડનો ભાગ ધરાસાયી થઇ ગયો હતો

(12:57 am IST)