સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

કાંધલ જાડેજા અને તેના સમાજ વિશે સોશ્યલ મીડીયામાં બેફામ વાણીવિલાસઃ કાયદાનું ભાન કરાવવા પોલીસ કમિશ્નર સમક્ષ રજૂઆત

(વિનુ જોશી દ્વારા)  જૂનાગઢઃ પોરબંદર જિલ્લાના કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા અને તેના સમાજ વિશે સોશ્યલ મીડીયામાં બેફામ વાણીવિલાસ થતા કાંધલ જાડેજા એસપી કચેરીએ રજૂઆત કરવા માટે દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાનો કિસાન નામના શખ્સે કાંધલ જાડેજા અને તેના સમાજ વિરૂદ્ધ અયોગ્ય વર્તન તેમજ અપશબ્દો બોલીને સોશ્યલ મીડીયામાં તેનો વિડીયો વાયરલ કર્યો હતો. ત્યાર બાદ આ શખ્સને કાયદાનું ભાન કરાવવા તથા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે એસપી સમક્ષ કાંધલ જાડેજાએ મૌખિક રજૂઆત કરી છે.

(3:33 pm IST)