સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

પત્નિ રીસામણે જતા ધ્રોલમાં પતિનો આપઘાત

મોટરસાયકલ સ્પીડ બ્રેકર ઉપર ઉછળતા વાંસ ભળીયાના શખ્શનું પડી જતા મોતઃ બાઇકને હાકી લઇ જામનગરમાં કચરા ગાડી પલાયન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: ધ્રોલ ગામે રહેતા ધીરૂભાઈ નાનજીભાઈ સોરઠીયા, ઉ.વ.૪૭એ જાહેર કરેલ છે કે, સુનિલભાઈ ધીરૂભાઈ સોરઠીયા, ઉ.વ.૪૭, રે. ખારવા રોડ, ધ્રોલના પત્ની જયોતીબેન રિસામણે હોય જેને પિયરે તેડવા જતા સાથે આવવાની ના પાડતા મનમાં લાગી આવતા ઘરમાં પડેલ ઘઉંમાં નાખવાના ટીકડા પી જતા પ્રથમ સારવાર ધ્રોલ પ્રાઈવેટ હોસ્પિટલ અને બાદમાં જામનગર ખાતે ક્રિટીકલ કેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા પરંતુ સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

આરોપી દર્શનભાઈ માવજીભાઈ પરમાર, રે. વાંસજાળીયા ગામવાળાની પેશન મોટરસાયકલ નં. જી.જે.–૦પ–બી.એચ.–પ૭૯૪ ની પાછળ બેસીને પોતે ઉપલેટાથી વાંસજાળીયા ગામ આવતા હોય અને પાનીયાનેશ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર બેફીકરાઈથી સ્પીડબ્રેકર પર પુરઝડપે ચલાવી પ્રવિણભાઈને ઈજા પહોંચાડતા સારવારમાં લાવતા મૃત્યુ પામેલ તથા આરોપી દર્શનભાઈ મરણજનાર પ્રવિણભાઈને પછાડી નાશી જઈ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જીતેન્દ્રભાઈ ભીખાભાઈ સોચા એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર, શ્યામટાઉનશીપ પાસે આરોપી નિર્મલભાઈ દિપકભાઈ સોલંકીએ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ બી પોલીસ સ્ટેશનમાં લાલજીભાઈ નરશીભાઈ સોનાગરા એ ફરીયાદ નોંધાવી છે કે, હર્ષદપુર પાટીયાથી આગળ લાલપુર ચોકડી તરફ જતા રોડ ઉપર આરોપી કચરાની ગાડી જેના રજી.નં. જી.જે.–૧૦–ટી.એકસ–૩૧૪૩ નો ચાલક  ફરીયાદી લાલજીભાઈના પુત્ર મનિષ, ઉ.વ.રર ના મોટરસાયકલ સીડી. ડીલક્ષ જેના રજી.નં. જી.જે.–૧૦–ડી.સી.–૭ર૪પ ને પાછળથી હડફેટે લઈ પછાળી દઈ માથામાં હેમરેજ જેવી ઈજા તથા શરીરે છોલછાલ કરી આરોપીએ પોતાનું વાહન સ્થળ પર મુકી નાશી જઈ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર દિગ્જામ સર્કલ પાસે અંડરબ્રીજ નીચે ડીલાઈટ સ્પા પાસે  આરોપી દિવ્યેશ અમરકાંત પંડયા, એ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.૧૪૧૦/– ની રાખી રેઈડ દરમ્યાન  ઝડપાઈ ગયેલ છે.

મહિલાને માર માર્યાની રાવ

સીટી બી ડિવઝન પોલીસ સ્ટેશનમાં સીરીયનબેન હુશેનભાઈ મામદભાઈ કકલ એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર–૧, રામ મંદિર ચોક, કાસમભાઈ પાવર હાઉસ વાળાની બાજુમાં ફરીયાદી સીરીયનબેન ને આરોપી જાફર એ માથામાં ડાબી બાજુ કાન ઉપર કોયતાનો એક ઘા મારી તથા આરોપી અબ્દુલભાઈ એ ડાબા પગમાં સાથળ ના ભાગે એક લાકડા નો ધોકો મારી મુંઢ ઈજા કરી ગાળો તથા આરોપી હુશેનભાઈ મામદભાઈ કકલએ લાતો મારી મુંઢ ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

પેટ્રોલપંપની ઓફીસમાં હાથફેરો

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચેતનભાઈ વેલજીભાઈ ચીખલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ચેતનભાઈ કે જે સમર્પણ પેટ્રોલ પંપ રણુજા ગામ નજીકમાં આવે પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરે છે જે પેટ્રોલ પંપમાં રાત્રીના  આરોપીસીલ્વર કલરના હિરો હોન્ડા મોટરસાયકલ  નં. જી.જે.–૧૦–સી.ડી.–૩૭૯૯ નો ચાલક આશરે રપ થી ૩૦ વર્ષનો અજાણ્યો યુવાને પેટ્રોલ પંપ પર આવી ઓફીસની બારીનો કાચ બારથી ખોલ્લી બારી વાટે અડધો અંદર પ્રવેશ કરી ઓફીસના ટેબલના ખાનામાં રાખેલ જુદા જુદા દરની ચલણી નોટો મળી રોકડા રૂ.૩૦,૪૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:01 pm IST)