સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

વંથલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ સહિત બે શખ્સોએ પ્રૌઢને ધમકી આપતા ચકચાર

પ્રૌઢ સામે પણ ધમકીની ફરિયાદ

જુનાગઢ તા. ર૬ :.. વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ સીરાજ હારૂનભાઇ વાજા અને મોહસીન હારૂનભાઇ કચરા સામે પ્રૌઢને ધમકી આપવાની પોલીસ ફરીયાદ થઇ છે.

વંથલીનાં ઝંડા ચોક વિસ્તારમાં રહેતા વાસીનભાઇ હાજી હસન અગવાન (ઉ.પ૦) ગઇકાલે બપોરનાં વંથલી પાલિકામાં ટેન્ડર પ્રક્રિયા માટે ગયા હતાં.

ત્યારે પૂર્વ પ્રમુખ સીરાજ વાજા અને મોહસીન કચરાએ ઓફીસમાં જઇ ચડીને યાસીનભાઇને મારી વાંધા અરજી હોવા છતાં કેમ ટેન્ડરો ખોલો છો તેમ કહીને ગાળો કાઢી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ફરીયાદની સામે સીરાજભાઇ વાજાએ યાસીન હાજી હસન વિરૂધ્ધ આરટીઆઇ અરજી પાછી ખેંચી લેવા કહી નહિતર તને જાનથી મરાવી નાંખીશ તેવી ધમકી આપી હોવાની ફરીયાદ કરતા પોલીસે બન્નેની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી. એસ. આઇ. એમ. કે. ઓડેદરા ચલાવી રહ્યા છે.

(12:55 pm IST)