સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા ધરણા

રનીંગ સ્ટાફ-લોકો પાયલોટ તથા ગાર્ડને મળતી લાઇન બોકસ સુવિધાને ખત્મ કરવાનાં વિરોધમાં

ભાવનગર તા. ર૬ :.. રેલ મંત્રાલય દ્વારા એક આદેશ જારી કરી તમામ રનીંગ સ્ટાફને મળતી લાઇન બોકસ સુવિધાને ખત્મ કરીને તેની જગ્યાએ ટ્રોલીબેગ આપવાનો નિર્ણય કરેલ છે. આ નિર્ણય અવ્યવહારૂ હોય. એન. એફ. આઇ. આર. દ્વારા રેલ મંત્રાલય સમક્ષ રજૂઆત કરેલ છે. આમ છતાં પણ પ્રિન્સીપાલ ચીફ ઇલેકિટ્રકલ એન્જીનીયર -ચર્ચગેટ મુંબઇ દ્વારા તમામ ડીવીઝનલ રેલ્વે મેનેજરને તા. ૧૭-ર-ર૦ર૧ નાં રોજ લેખિત આદેશ આપવામાં આવેલ છે કે પ્રાયોગિક ધોરણે તા. ૧-૩-ર૦ર૧ થી લોધો પાયલોટસના લાઇન બોકસ દુર કરીને તેને બદલે ટ્રોલીબેગ આપવી. આ આદેશ રનીંગ સ્ટાફ માટે અવ્યવહારૂ છે કારણે કે રનીંગ સ્ટાફે જે જરૂરી સાધનો જેવા કે ટ્રાઇ કલર બેટરી, ફલેગ્સ, ડીટોનેટર, હેન્ડ સિગ્નલ-ટી-સ્પનર બોકસ સાથે, ડ્રાઇવર વિગેરે આ ઉપરાંત પોતાનો અંગત સામાન જેવા કે સીઝન મુજબ ગરમ કપડા તેમજ રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવનાર સામાન તથા જરૂરી સ્ટેશનરી, પુસ્તકો વિગેરેનો ટ્રોલીબેગમાં સમાવેશ અશકય અને અવ્યવહારૂ હોવાને કારણે રનીંગ સ્ટાફમાં આક્રોશનું વાતાવરણ પેદા થયેલ છે.

રનીંગ સ્ટાફ વિરૂધ્ધ આ નિર્ણયનો એન. એફ. આઇ. આર., વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. તેમજ એન. એફ. આઇ. આર. ના આહવાન હેઠળ આજરોજ તા. રપ-ર-ર૦ર૧ ના રોજ સવારે ૧૧ કલાકથી સાંજના ૪ વાગ્યા સુધી ડીઆરેઅ ઓફીસ સામે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓ જોડાયા હતાં. સંઘના વરિષ્ઠ નેતા શ્રી આર. જી. કાબર સરકારનાં તખલધી નિર્ણયને વખોડીયો હતો અને આગળની રણનીતિન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત સંઘનાં ડીવીઝનલ ચેરમેન શ્રી ગીરીશ મકવાણા તથા ડીવીઝનલ સેક્રેટરી શ્રી બી. એન. ડાભીએ પણ સરકારના નકારાત્મક વલણ વિશે જાણકારી આપી હતી.

(11:40 am IST)