સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

ઉના પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં રસાકરી ભર્યો જંગઃ પાલિકાની ૧૬ બેઠકની ચૂંટણીમાં ભાજપના ૧૬, કોંગ્રેસના ૧ર તથા અપક્ષ ૩ ઉમેદવારોઃ તા.પં.માં ભાજપ-કોંગ્રેસના ર૬-ર૬ ઉમેદવારોઃ જિ. પં. ની ૭ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ૭-૭ ઉમેદવારો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૬ :.. ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે.

ઉનામાં નગરપાલિકાની પાંચ વોર્ડની ૧૬ બેઠકની ચૂંટણીમાં ભાજપના ૧૬, કોંગ્રેસના ૧ર અને અપક્ષ-૩ ઉમેદવારોને ઉનાના રપ૦પ૬ મતદારો મતદાન કરશે. ભાજપ - કોંગ્રેસ પક્ષ વચ્ચે સિધ્ધી ટક્કર ભાજપનું પ૯૯૩ ભારે હોવાનો ઝોક જણાય છે.

ઉના નગરપાલિકાનાં ૯ વોર્ડ ની ૩૬ બેઠક માટે ચૂંટણી જાહેર થયેલ છે. જેનાં ફોર્મ પાછા ખેંચવાના દિવસે ભાજપને વોર્ડ નં. ૧ માં ૪ બેઠક, વોર્ડ નંબર ૩ માં બેઠક (ર) વોર્ડ નંબર પ માં ૪ બેઠક વોર્ડ નંબર ૮ માં ૪ બેઠક વોર્ડ નંબર ૯ માં ૪ બેઠક મળી કુલ ર૦ બેઠક બિનહરીફ વિજેતા થયા હતા નગરપાલીકામાં બહુમતી મેળવી લીધી છે.

જયારે બાકી રહેતાં વોર્ડ નં. ર માં ભાજપ-૪, કોંગ્રેસ-૪, અપક્ષ-૩, મળી કુલ ૧૧ ઉમેદવારો છે.

વોર્ડ નં. ૩ માં બેઠક માટે ભાજપ-ર કોંગ્રેસ -૧ - ૩ ઉમેદવારો લડી રહ્યા છે.

વોર્ડ નં. ૪ માં ૪ બેઠકમાં ભાજપ ૪, કોંગ્રેસ-૪, ૮ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

વોર્ડ નં. ૬, ર બેઠક માટે ભાજપ-ર, કોંગ્રેસ-ર કુલ ૪ ઉમેદવારો મેદાનમાં છે.

વોર્ડ નં. ૭ માં ૪ બેઠક માટે ભાજપ-૪, કોંગ્રેસ-૧ બેઠક ઉપર લડી રહી છે. આમ ૧૬ બેઠક માટે ૧૬ ભાજપ-કોૅગ્રેસ-૧ર, અપક્ષ-૩ મળી કુલ ૩૧ ઉમેદવારો ચૂંટણી લડી રહયા છે.

જેનું મતદાન તા. ર૮ ને રવિવારે ર૪ બુથ ઉપર ૧ર૬૭ર પુરૂષો અને ૧ર૩૮૪ સ્ત્રી મતદારો મળી કુલ રપ૦પ૬ મતદારો સવારે ૭ થી સાંજે ૬ સુધીમાં મતદાનનો ઉપયોગ કરશે. મત ગણતરી ર-૩-ર૧ ને મંગળવારે સવારે ૯ કલાકે વરસીગપુર રોડ ઉપર બ્લડ બેંક પાસે આવેલ નગરપાલીકાના યોગા સેન્ટર ખાતે યોજાશે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ઉનાનાં પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી જે. એન. રાવલનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ રહી છે.

ઉના તાલુકા પંચાયતની ૨૬ સીટ માટે ભાજપ-૨૬, કોંગ્રેસ-૨૬, અપક્ષ અને આપ મળી કુલ ૬૦ ઉમેદવારો વચ્ચે ચુંટણીની રસાકસી અંતીમ ચરણોમાં આવી ગયેલ છે. જિલ્લા પંચાયતની ૭ બેઠક માટે ભાજપના ૭ અને ૪ અપક્ષ ઉમેદવારો મળી ૧૮ ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો છે.

ઉના તાલુકાની તાલુકા પંચાયતની ૨૬ બેઠકોની સામાન્ય ચુંટણી જાહેર થયેલ હતી. ફોર્મ પાછા ખેંચાતા અંતે ૨૬ ભાજપ - ૨૬ કોંગ્રેસ - ૧ આમ આદમી પાર્ટી, ૭ અપક્ષો મળી ૬૦ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે અને ભાજપ - કોંગ્રેસ વચ્ચે તિવ્ર રસાકસી જામી છે.

તાલુકા પંચાયતની ૨૬ બેઠક અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ૭ બેઠક ઉપર ૧૭૫ બુથ ઉપર ૮૨૫૨૨ પુરૂષો અને ૭૭૬૨૯ સ્ત્રી મતદારો મળી કુલ ૧ લાખ ૬૦ હજાર ૧૫૧ મતદારો તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરી ૨૬ તાલુકા પંચાયતના ૨ ભ્યોને વિજયી બનાવશે.

ઉના તાલુકા પંચયત હેઠળ આવતા ૭ જિલ્લા પંચાયતની ભાચા, દેલવાડા, કોબ, મોટા કેસર, નવા બંદર, શૈયદ રાજપરા, સનખડા જિલ્લા પંચયતની બેઠક ઉપર ભાજપ-૭, કોંગ્રેસ-૭, ૪ અપક્ષ ઉમેદવારો મળી કુલ ૧૮ ઉમેદવારો વચ્ચે રસાકસી જામી છે.

ગ્રામ્ય વિસ્તારમાં મતદારે ૧ તાલુકા પંચાયત, ૧ જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે બે મત આપવાના રહેશે. તમામ બેઠકોની મત ગણતરી ૨ માર્ચના ઉનામાં શાહ એચ.ડી. હાઇસ્કુલના સભાખંડમાં ચુંટણી અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે.

(11:36 am IST)