સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

કચ્છમાં બબ્બે ગઢવી યુવકોના મોત છતાં સમાજ સાથે ન રહેનારાને ચૂંટણીમાં જવાબ આપવા હાકલ

મુંદ્રાના ઝરપરમાં કોંગ્રેસ દ્વારા જાહેરસભામાં રોષ

(રામ ગઢવી દ્વારા) મુંદ્રા તા. ર૬ :.. ચારણોની ભારતભરમાં વિશાળ સંખ્યા ધરાવતો કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે ભારતી, રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા નાના કપાયા જીલ્લા પંચાયત અને ઝરપરા તાલુકા પંચાયતની સીટ દ્વારા જાહેરસભા યોજાઇ હતી.

આ તકે ગામના યુવા આગેવાન હરીભાઇ મૌવર, જણાવ્યું હતું કે ચૂંટણીનો મહાપર્વે જયારે આવ્યો છે. તેમને ખેલદિલથી ઉજવો જોઇએ. નાના કપાયા જીલ્લા પંચાયતના ઉમેદવાર દેવદાસભાઇ સાખરાએ જણાવ્યું કે હું હંમેશા લોકોની પડખે રહી અને ગામના વિકાસ માટે કટીબધ્ધ રહીશ.

મુન્દ્રાના ધારાશાસ્ત્રી અને સમાજના આગેવાન નારાણભાઇ કાનાણીએ જણાવ્યું કે કચ્છ સાથે ગુજરાતભરમાં જે સા ઘોઘાની જે ઘટના બની એ દુઃખદ ઘટનામાં ર-ર ગઢવી યુવાનોના મોત થયા છતાં પણ સમાજની સાથે નહી પરંતુ પોતાની ખુરશીની બીક ન લીધે સમાજ સાથે બદલે દુર જઇ રહ્યા છે. ત્યારે આવા લોકોને સમય આવ્યો છે. ત્યારે સમાજ જવાબ આપવો જોઇએ તેવી સમાજ પાસે અપીલ કરી હતી. વધુમાં કટાશ સાથે કાનાણીએ જણાવ્યું હતું કે આવા સફેદ કપડા પહેરી આવતા રજકીય આગેવાનોને શકિત બતાડવી જોઇએ.

ઝરપરા-૧ ના ઉમેદવાર આશા લાખા ગીલવાએ પોતાની આગવી છટાથી જણાવ્યું  હતંુ કે સમાજ જે વિશ્વાસ મુકશે તે વિશ્વાસનો કયારે પણ દ્રોહ કરવામાં આવશે નહીં.

આ તકે ઉપસ્થિત ઝરપરાના સરપંચ સામરાભાઇ સેડા, ખીમરાજ સાખરા, કરશન રામાણી, ભારૂ લાખાણી, મુરજી થારૂ, રામ કાનાણી, ભરત સેડા, ભચુ લાખા ગીલવા, રવિપિંગોલ, વગેરે ગામના આગેવાનો અને ગામવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(11:27 am IST)