સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th February 2020

સાજડીયાળીની પ્રાથમિક શાળામાં વાજિંત્રોના સથવારે પ્રાર્થના સભા

ધોરાજીઃ  સાજડીયાળી પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભામાં બાળકો દ્વારા સંગીતના સથવારે વાજિંત્રો ના તાલે બાળકોએ પ્રાર્થના રજૂ કરી. પ્રાર્થના સભામાં બાળકોએ જાતેજ સંગીતના સાધનો વગાડીને અને બાળકો દ્વારા જ પ્રાર્થના, બાળગીત, ભજન અને સુવિચાર રજુ કર્યા તેમજ વિશેષ પ્રાર્થના સભામાં દરરોજ યોગા પણ કરાવવામાં આવે છે, અને બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે માટે પ્રાર્થના સભામાં બાળકો દ્વારા જ પ્રશ્ન મંચનું આયોજન કરવામાં આવે છે જેમાં એક બાળક દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે અને બાકીના બધા જ બાળકો પ્રશ્નમંચની બુકમાં પ્રશ્નની નોંધ કરવામાં આવે અને બાળકો એ પ્રશ્નનો જવાબ શોધી લાવવા પ્રયત્ન કરે અને બીજે દિવસે પ્રાર્થના સભામાં તે પ્રશ્નનો જવાબ લેવામાં આવે અને બધા સમક્ષ તે પ્રશ્નનો જવાબ કહેવામાં આવે ત્યારબાદ ફરીથી બીજા બાળક દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે આમ બાળકોના જ્ઞાનમાં વધારો થાય બાળકોનું સ્ટેજ ફિયર દૂર થાય, બાળકોમાં આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ આ શાળામાં નિષ્ઠાપૂર્વક શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, થાળી સુશોભન, વેસ્ટમાંથી બેસ્ટ, દોડ, જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ ઉપરાંત શાળા ફુલછોડ તેમજ વૃક્ષોથી સુસજ્જ છે, બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને પર્યાવરણને પ્રેમ કરતા થાય તે હેતુ પર્યાવરણ લક્ષી તેમ જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને પર્યાવરણનું જીવનમાં મહત્વ સમજે તે હેતુ બાળકોને પર્યાવરણની પરીક્ષા લેવામાં આવે છે તેમજ ચકલીના માળા ઓ, પાણીના પરબ વગેરે જેવી પ્રવૃત્ત્િ।ઓ કરાવવામાં આવે છે. આમ બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં વિવિધ પ્રવૃત્ત્િ।ઓ કરાવવામાં આવે છે .રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, ગામના સરપંચ કલ્પેશભાઈ રાણપરીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરસનભાઈ સોરઠીયાઙ્ગ તથા વાલીઓએ ગુજરાતી શાળાની પ્રવૃત્ત્િ। બિરદાવી હતી. વાંજત્રિોના સથવારે બાળકોએ પ્રાર્થના રજુ કરી તે તસ્વીર(તસ્વીરઃ અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરિયા.ધોરાજી)(

(9:59 am IST)