સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th February 2018

કચ્છમાં વિકાસના કામ મુદ્દે કોંગ્રેસ દ્વારા ચક્કાજામઃ નગરસેવકની અટકાયતઃ કાર્યકરોની આત્મવિલોપનની ચિમકી

ભુજઃ કોંગ્રેસ દ્વારા કચ્છમાં વિકાસના કામોમાં ભ્રષ્‍ટાચાર મુદ્દે ધરણા કાર્યક્રમ યોજીને આક્રોશ વ્‍યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોઅે રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.

કોંગ્રેસ દ્વારા વિરોધ કરતા પોલીસે કોંગ્રેસના નગરસેવકની અટકાયત કરી હતી. મામલો વધુ બીચકતા નગરસેવકે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણા કાર્યક્રમમાં હોબાળો કર્યો હતો. જેમાં કોંગ્રેસના નગરસેવકની અટકાયત કરી હતી. જેને લઇ કોંગ્રેસના કાર્યકરો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

(7:13 pm IST)