સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th February 2018

જામનગરમાં નવનિર્મિત લીફટ ૧૦કેવી સૌરઉર્જા પ્લાન્ટનું લોકાર્પણ

જામનગર, તા. ર૬ : અહીંયા પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડીવીઝનના જામનગર સ્ટેશન પર આજે પ્લેટફોર્મ નં. ૧ ખાતે પ્રવાસી લીફટ અને ૧૦ કેવી સૌરઉર્જા સિસ્ટમનું લોકાર્પણ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવયું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, નવી પ્રવાસી લિફટથી વરિષ્ઠ નાગરિક, દિવ્યાંગ તથા મહિલાઓને લાભ થશે. સાથે જ સોલર પ્લાન્ટના પ્રારંભથી થનાર ઉર્જાના વૈકલ્પિક તથા ગ્રીન સ્ત્રો ને પ્રોત્સાહન મળશે જેથી પરંપરાગત ઉર્જાના સ્ત્રો પર નિર્ભરતા ઓછી થશે. કાર્યક્રમના પ્રારંભે ડિવિઝન રેલ પ્રબંધક પી.બી. નિનાવે અતિથિગણોનું સ્વાગત કર્યા બાદ સંબોધનકર્યું હતું કે, આ નવી પ્રવાસી લિફટ પ૮.૬૪ ના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જેની ક્ષમતા ર૦ પ્રવાસીઓની છે. સૌરઉર્જાને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ ડિવિઝન દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્રયહ્યા છે. સૌર ઉર્જા પ્લાન્ટથી પ્રતિ વર્ષ રૂપિયા ૧ લાખની બચત થશે. આ સોલર પ્લાન્ટ આગામી ર૦ વર્ષ સુધી કાર્યરત રહેશે.  આ પ્રસંગે શ્રીમતી પ્રતિભાબેન કનખરા સિનિયર ડીવીઝનલ ઇલેકટ્રીકલ એન્જિનીયર કે.એસ. ચૌહાણ સહિત અન્ય રેલ અધિકારીગણ તથા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવે આભાર તથા સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષણ વિવેક તિવારીએ કર્યું હતું.

(12:56 pm IST)