સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th February 2018

ગોંડલમાં બાળ પોષક સેવા સમિતિ દ્વારા ગરીબ બાળકોની નિયમિત સેવા

ગોંડલ તા. ૨૬ : બાળ પોષક સેવા સમિતિ દ્વારા છેલ્લા છ માસથી ગોંડલ તાલુકા અને શહેરના દરિદ્ર અને કુપોષિત એવા ઝુપડપટ્ટી સહિતના બાલ નારાયણની નિયમિત સેવા દર શનિવારે પૂરી પાડવામાં આવી રહી છે જેમાં ઉપરોકત બાળકોને આરોગ્યપ્રદ ભોજન નાસ્તો પહેરવાં ચપ્પલ અને કપડા તેમજ પાયાના શિક્ષણની વ્યવસ્થા આપવાનો ઉદ્દેશ્ય મુખ્ય છે

જે અંતર્ગત ગત શનિવારે એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા ટ્રસ્ટી ખુશ્બુબેન, જય સરદાર શૈક્ષણિક સંકુલના દિપકભાઇ ઘોણીયા, સમીરભાઈ, રાજનસિંહ, મહેશભાઈ પટેલ, જુવાની ઝાલા, રાહુલભાઈ ડાભી લ, હેમાંગભાઈ ધ્રાંગીયા, અશોક ભાઈ, દિનેશભાઈ ગોસ્વામી, મુન્નાફભાઈ પરમાર, ભુપતભાઈ વાળા, વિપુલભાઈ વાણીયા સહિતના ઓએ ગરીબ બાળકોને પોષણક્ષમ આહાર તથા જીવન જરૂરી ચીજો પુરી પાડી હતી.

લોકોને પ્રેરણા મળે તે હેતુથી ખુશ્બુબેન ભુવાએ પોતાની બે વર્ષની દીકરી લાવણિયા અને કિન્નરીને સાથે રાખી તેના હસ્તે બાળકોને ગુંદી ગાંઠીયા કપડા તથા ચપ્પલનો વિતરણ કર્યું હતું. આ તકે ગોંડલ તાલુકાના શેક્ષણિક સંસ્થાઓના વડાઓ પણ જોડાશે તેવી ખાતરી આપી હતી અને ગોપાલભાઇ ગોંડલ શહેર તાલુકા ના વિવિધ સંગઠનોના કાર્યકર લાંબા સમય સુધી ચાલુ રહેવા માટે ખુલ્લા મનથી દાન આપે તેવી અપીલ કરી હતી.

બાળકોને લાડુનું જમણ વાર તથા સ્થળ પર જ શિક્ષણ ના પાઠ શીખવવામાં આવનાર હોય આ કાર્યની નોંધ લઈ મોટી સંખ્યામાં ગોંડલ શહેરના લોકો સાંજે ૭ ગુંદાળા રોડ રમાનાથ ધામ માર્કેટીંગ યાર્ડની બાજુમાં ક્ષમા ગરીબ પરિવારોની વચ્ચે ઉપસ્થિત રહેવાના છે.(૨૧.૫)

(12:02 pm IST)