સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th February 2018

ઉપલેટાના ભાયાવદર પડવલા, જાળીયા, કોલકી, ખીરસરાના બિસ્માર રસ્તા બન્ને સાઇડના રસ્તાઓ ઉપર ગાંડા બાવળના ઝુંડઃ અકસ્માતનો ભય

ઉપલેટા, તા., ર૬: જીલ્લા આહીર આગેવાન અને ઉપલેટા તાલુકા પંચાયતના લોકપ્રિય પ્રમુખ લાખાભાઇ ડાંગરે જણાવેલ છે કે ઉપલેટા તાલુકાના ભાયાવદરથી પડવલા ખાખી જાળીયાથી કોલકી, વાવડીથી ખાખી જાળીયા, ભાયાવદરથી ખીરસરા અને ઇસરાથી ગાધા સહીતના ગામડાઓના રસ્તાઓ ઉપરથી પસાર થતા હેવી લોર્ડીંગવાળા  મોટા ડમ્પરો સહીતના વાહનો ચાલવાથી સાવ તુટી ફુટી ગયા છે.

સાઇડો પણ સાવ તુટી ગઇ છે તેમજ રસ્તાની બન્ને બાજુ ગાંડા બાવળના ઝુંડને કારણે અવાર નવાર અકસ્માતો થાય છે. ઘણી વખત લાગતા વળગતા અધિકારીઓને લેખીત મૌખીક રજુઆતો કરેલી છે પરંતુ તંત્ર સાંભળતા નથી. પ્રશ્નોનું નિરાકરણ કરતા નથી. આંદોલનના મંડાણ કરશુ તેવી અંતમાં ચિમકી ઉચ્ચારી છે. (૪.૨)

(11:56 am IST)