સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th February 2018

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડો. પી.વી.પટેલને એવોર્ડ

 જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિર્વસીટી ખાતે નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ તરીકે ડો.પી.વી. પટેલ   દ્વારા યુનિવર્સીટીની તમામ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના સર્વાગી વિકાસ માટે રમત ગમત સાંસ્કૃતિક સાહિત્યક રાષ્ટ્રીય સેવા યોજનાની વીવિધ પ્રવૃતિઓ, ખડક ચઢાણ વ્યકિત્વ વિકાસ નેતૃત્વ વિકાસની તાલીમ, રોજગાર લક્ષી સેવાઓ તેમજ યુનિવર્સીટીના વિકાસલક્ષી કામગીરીઓની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવતા ઓલ ઇન્ડીયા એગ્રીકલ્ચર સ્ટુડન્ટ એસોસીએશન અને ભારત સરકારની ઇન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર સ્ટુડન્ટ એસોસીએશન અને ભારત સરકારની ઇન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીચર્સ નવી દિલ્હી દ્વારા નિમાયેલ સમિતિ દ્વારા દેશની ૭૬ કૃષિ યુનિવસીટીઓમાંથી સર્વેશ્રેષ્ઠ જૂનાગઢ કૃષિ યુનિર્વસીટીના નિયામકશ્રી, વિદ્યાર્થીઓ કલ્યાણ પ્રવૃતિઓ તરીકે ડો. પી.વી.પટેલની ઉત્કૃષ્ઠ કામગીરીથી પ્રભાવિત થઇ તેઓને વર્ષ ૨૦૧૭નો હરિત પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવેલ છે.  આ એવોર્ડ તાજેતરમાં આસામ એગ્રીકલ્ચર યુનિવસીટી જોહરાટ ખાતે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વનંદા સોનવાલના હસ્તે એનાયત કરવામાં આવેલ છે. ડો.પી.વી.પટેલને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવવા બદલ જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. એ.આર.પાઠક અને અન્ય અધ્યાપકોએ અભિનંદન પાઠવેલ છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(9:49 am IST)