સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th January 2022

મોરબીના ઘૂટું ગામે વૃદ્ધની હત્યા કરનાર ઇસમ ઝડપાયો : મદદગારી કરનારની શોધખોળ.

ફૈબા સાથે હસીમજાક કરતા હોય જે મામલે મિત્રોના મ્હેણાં ટોણાને પગલે વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા.

મોરબીના ઘૂટું ગામની સીમમાં વાડીએ ગયેલા વૃદ્ધનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે સઘન તપાસ ચલાવી હતી જે બનાવમાં શંકાસ્પદ ઈસમને ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા હત્યાની કબુલાત આપી હતી જેથી આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે તો મદદગારી કરનાર આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મોરબીના ઘૂટું ગામના રહેવાસી ધરમશીભાઈ પરેચા નામના વૃદ્ધની હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે મૃતકના પુત્ર અશોકભાઈ પરેચાએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં શકમંદ શખ્શ મુન્નાભાઈ સોમાભાઈ મેર નામના શખ્શે  મફલરથી ગળેટૂંપો દઈને વૃદ્ધની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી જે ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ આર ગોઢાણીયાની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને શકમંદ શખ્સ મુન્ના મેરને ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા આરોપીએ વટાણા વેરી નાખ્યા હતા અને હત્યાની કબુલાત આપતા આરોપીને ઝડપી લેવાયો છે તો હત્યાના બનાવમાં મદદગારી કરનાર વિક્રમ શમ્ભુ ઠાકોર નામના ઈસમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

(12:12 pm IST)