સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th January 2021

ગણતંત્રદિનની પૂર્વ સંધ્યાએ આજે સાંજે સાંઇરામ દવે અને સાથી કલાકારો દ્વારા રાજુલામાં વિરાંજલી કાર્યક્રમ

ભુધરજી જોશી લિખિત અને સાંઇરામ સંપાદિત પુસ્તક 'ગાંધીદર્શની'નું વિમોચન : ફેસબુક - યુ ટયુબ પર પ્રસારણ

રાજકોટ તા. ૨૬ :  કાલે પ્રજાસત્તાક  પર્વ છે. ત્યારે દેશવાસીઓને રાષ્ટ્રભકિતના રંગે રંગવા જાણીતા હાસ્ય કલાકાર સાંઇરામ દવે અને સાથી કલાકારો દ્વારા એક અનોખો વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવેલ છે.  રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ ખાતે આજે તા. ૨૫ ના સોમવારે સાંજે ૭ થી ૧૦ સુધી ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન સાંઇરામ દવે સંપાદિત અને કવિશ્રી ભુધરજી લાલજી જોશી લિખિત પુસ્તક 'ગાંધીદર્શની' નું વિમોચન કરાશે. સમગ્ર કાર્યક્રમનું દેવાંગભાઇ પટેલ ઇપ્કો નડીયાદવાળાના સહયોગથી સંસ્કાર ચેનલ પરથી રાત્રે ૧૦ વાગ્યાથી પ્રસારણ કરાશે. તેમજ સાંઇરામ દવેનના ઓફીસીયલ ફેસબુક પેજ અને યુ-ટયુબ ચેનલ પર તેમજ સાંદીપની વિદ્યાનિકેતનના ફેસબુક પેજ પર લાઇવ પ્રસારણ નિહાળી શકાશે. દેશભકિતના ગરવા ગીતો અને રાષ્ટ્રપ્રેમથી રસતરબોળ વાતોની રસલ્હાણ પીરસાશે. રસ ધરાવનારાઓએ લાઇવ કાર્યક્રમ અચુક માણવા અનુરોધ કરાયો છે.

(4:21 pm IST)