સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th December 2017

જેતપુર જેસીઝ કલર્સના જેસીરેટ વીંગના અધ્યક્ષપદે રીના ચૌહાણ

નવાગઢ : જેતપુર કલર્સ જેસીઝના જેસીરેટ વીંગની ટીમની પ્રોટોકલ મુજબ ટીમની નીમણુંક હાથ ધરાઇ હતી જેમાં અધ્યક્ષ પદે શ્રીમતી રીનાબેન ચૌહાણની નીમણુંક કરાઇ હતી. જેતપુર કલર્સ જેસીઝ જેના સ્થાપક પ્રમુખને હાલના નેશનલ ડીરેકટર રાજીવ મકવાણાના સફળ માર્ગદર્શન હેઠળ ફુલી-ફાલી રહી છે. તાજેતરમાં જેસીરેટ વીંગની રચના, ઝોનના જેસીરેટ વીંગના ડીરેકટર શ્રીમતી રચના રૂપારેલની પ્રેરક ઉપસ્થીતીમાં હાથ ધરાઇ હતી. આ પ્રસંગે ઝોન ડીરેકટર અમીષી ગાંધી, ઝોન વાઇસ પ્રેસીડેન્ટ હીમાંશુ જેઠવા, અગ્રણી મહીલા દાતા સોફીબેન હમભાભાઇ ઉપસ્થીત રહ્યા હતા ને બાદમાં જરૂરીયાત મંદ પરીવારોને અનાજ વિતરણ કરાયુ હતું. (તસ્વીર : અહેવાલ : નીતિન વસાણી નવાગઢ)

(9:17 am IST)