સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

મોરબીમાં ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક યોગ કેન્દ્રનો પ્રારંભ.

યોગ કેન્દ્રનો શહેરના લોકો મહતમ લાભ લે તે માટે ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા આમંત્રણ પાઠવાયું

મોરબી :યોગ દ્વારા અનેક રોગને શરીરથી દૂર રાખી શકાય છે. યોગ દ્વારા શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. ત્યારે મોરબી વાસીઓ માટે નિઃશુલ્ક યોગ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક યોગ કેન્દ્ર શરૂ કરાયું છે.

મોરબીની જનતાને યોગ વડે સ્વસ્થ રાખવા માટે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પમ્પ વાળી શેરીમાં, શનિદેવના મંદિર પાસે સમગ્ર વર્ષ ચાલનાર યોગ કેન્દ્રનો પ્રારંભ ગત તારીખ 19 નવેમ્બરથી કરવામાં આવ્યો છે. દરરોજ સવારે 6.30 થી 8 સુધી ચાલનાર આ યોગ વર્ગ નિઃશુલ્ક છે. જેનો સૌ ભાઈઓ-બહેનો લાભ લઈ શકે છે. આ કેન્દ્રનાં યોગ પ્રશિક્ષક કાનજીભાઈ પંચાસરા તાજેતરમાં સ્પોર્ટ્સ,યોગ અને ક્લ્ચરલ ફેડરેશન દ્વારા આયોજિત યોગ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં વરિષ્ઠ સ્પર્ધક કેટેગરી (60+ સિનિયર સિટીઝન શ્રેણી)માં પ્રથમ ક્રમે આવેલા છે. આ યોગ કેન્દ્રનો શહેરના લોકો મહતમ લાભ લે તે માટે ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(11:11 pm IST)