કેશોદમાં ભુપેન્દ્રભાઇ પટેલનો રોડ-શો
(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. રપ :.. આજે અત્રે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના એક ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવેલ છે.
ભાજપના ઉમેદવાર દેવાભાઇ માલમના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રીશ્રી હવાઇ માર્ગે આજે બપોરના ૩ કલાકના અરસામાં અત્રે પહોંચશે.
એરપોર્ટથી માંગરોળ રોડ પર આવેલ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બહોળા પ્રમાણમાં કાર્યકરો અને લોકો જોડાશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇના આગમનના પગલે છેલ્લા બે દિવસથી તંત્ર તૈનાન થયેલ છે. ડીવાયએસપી શ્રી ઠકકર ના માર્ગદર્શન હેઠળ પી. આઇ. શ્રી કોળીએ પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે.
નોંધનીય છે કે અત્રે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યએ પણ અપક્ષ તરીકે ઝંપલાવતા ગરમ રાજકીય માહોલ વચ્ચે ચૂંટણી રસાકસી સભર બનેલ છે.