News of Friday, 25th November 2022
મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સો પકડાયા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ તા. રપઃ મોરબી તાલુકાના જેતપર ગામમાં જુગાર રમતા ૩ ઈસમોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જેતપર ગામની સીમ, ટીમીના માર્ગે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન આરોપી ધર્મેન્દ્ર ગોકળભાઇ હમીરપરાને લાલજી ધનજીભાઇ સાંતેલીયા અને પેથા સિધ્ધરાજભાઇ હમીરપરા જાહેરમાં જુગાર રમતા રોકડા રૃા. ૩૬૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
(1:58 pm IST)