સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

કાલે જેતપુરમાં સવજીભાઇ કોરાટની પુણ્‍યતિથી નિમિતે સેવાકાર્યોનો ધમધમાટ

સર્વરોગ નિદાન કેમ્‍પ, રકતદાન કેમ્‍પ, છોટે સરદાર તરીકે જાણીતા થયેલા સેવાભાવીની ર૪મી પુણ્‍યતિથીની ઉજવણી કરાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.રપ : શહેરના પુર્વ ધારાસભ્‍ય કેબીનેટ મંત્રી સવજીભાઇ કોરાટ  કે જેઓએ છોટે સરદારનું બિરૂદ પ્રાપ્‍ત કરેલ તેની ર૪મી પુણ્‍યતિથી નિમિતે આવતીકાલે સવારે ૯ કલાકે સવજીભાઇ કોરાટ હોસ્‍પીટલ કોર્ટ પાસે  વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જેસીઆઇ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પ તથા રકતદાન કેમ્‍પ તેમજ લાયન્‍સ કલબ દ્વારા ડાયાબીટીશ નિદાન જનજાગૃતિ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવજીભાઇ કોરાટ ટ્રસ્‍ટ હોસ્‍પીટલના ડોકટરો પોતાની સેવા આપશે. જેમાં કાન, નાક, ગળા, હાડકા,સ્ત્રીરોગ, બાળકોના રોગો, માનસીક રોગો, ટી.બી. દાતના રોગ, ચામડીના રોગોની સારવાર કરવામાં આવશે.

કેમ્‍પનું ઉદઘાટન રમેશભાઇ ધડુક (સાંસદ)ના હસ્‍તે કરવામાં આવશે. આ કેમ્‍પમાં પ્રશાંતભાઇ કોરાટ (યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ) જયેશભાઇ રાદડીયા (ધારાસભ્‍ય) મનસુખભાઇ ખાચરીયા, જશુમતીબેન કોરાટ, ગોરધનભાઇ ધામેલીયા, રાજુભાઇ પટેલ સહિત શહેરના અગ્રણી આગેવાન રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

સવજીભાઇની ર૪મી પુણ્‍યતિથી હોય છતાં પણ તેમના કાર્યો શરૂ કોરાટ પરિવારને  ભુલતા નથી સવજીભાઇના પગલે જશુમતીબેન કોરાટ પ્રશાંત કોરાટે પણ સમાજ સેવાનો ભેખ ધારણ કરેલ  છે. પક્ષ પ્રતયેના વફાદારી તેમજ કાર્યશૈલીથી પ્રભાવીત થઇ પ્રશાંતભાઇને ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ છે.

(1:54 pm IST)