સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં વધુમાં વધુ મતદાન માટે જાગળતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૫ : જૂનાગઢ જિલ્લા કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી  રચિત રાજના અધ્‍યક્ષ સ્‍થાને વિસાવદર માર્કેટ યાર્ડ ખાતે મતદાર જાગળતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જેમા જિલ્લાના બામણીયા, વિસાવદર પ્રાંત અધિકારી કિર્તન રાઠોડ, વિસાવદર મામલતદાર રેવર,તાલુકા વિકાસ અધિકારી ખુમાણ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ વિશાળ સંખ્‍યામા હાજર રહ્યા હતા.જેમા જિલ્લાના આરએસી બામણીયાએ મતદાનની મહત્‍વતા સમજાવી હતી.કલેકટરશ્રીએ વધુમા વધુ મતદાન અંગે સઘન અભિયાન ચલાવવા સૌને અનુરોધ કર્યો હતો.

(1:52 pm IST)