જેતપુરના દેરડી આવાસ વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની ૨ ભઠ્ઠી ઝડપાઇઃ મહિલા ઝડપાઇઃ પાંચ ફરાર
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૪ : શહેરમાં દેશી દારૂનો વેપલો બેરોકટોક વધતો જાય છે. પોલીસ દરરોજ રેડક રી આરોપીને પકડીપાડે છે. પરંતુ બીજા દિવસે ફરીદારૂ વહેચવા આવી જાય છે. જેમાં મોટાભાગે મહિલાનો સમાવેશ થાય છે. ગઇકાલે શહેર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન બાતમી મળેલ કે હરેશ ચારોલીયા (રહે. દેરડીધાર આવાસ) ધાર નજીક બાવળની ઝાડીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતો હોય જે આધાર રેડ કરતા પોલીસને જોઇ પાંચ શખ્સો હાજર હતા જે નાશી છુટતા પોલીસે દેશી દારૂ પ૦ લીટર આથો ઠંડા ગરમ ૮પ૦ લીટર તથા સાધનો મળી કુલ રૂા.૪૧૦૦નો મુદામાલ કબજેક રેલ.
અન્ય રેડમાં આજ વિસ્તારમાં નદીના કાંઠે એક મહિલા રેખાબેન ભીખાભાઇ ઉર્ફે ભીખો વાઘેલા દેશી દારૂ ભઠ્ઠી ચલાવતા હોય ત્યાં રેડ કરતા આ મહિલા હાજર હોય દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હોય પોલીસે મહિલા રેખાબેન ભીખાભાઇને આથો ઠંડો -ગરમ ૮પ૦ લીટર દારૂ ર૦ લીટર તથા સાધનો મળી કુલ ર૭૦૦ના મુદામાલ સાથે મહિલાને પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ.
આમ બે રેડ દરમિયાન શહેર પોલીસે એક મહિલાને ૬૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ જયારે પાંચ શખ્સો નાસી છુટેલ છે.