સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

ચોરી કરેલ મોટર સાયકલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડતી એલ.સી.બી. ગીર સોમનાથ

વેરાવળ, તા.૨૪: એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ કછોટ તથા લાલજીભાઇ બાંભણિયાનાઓને મળેલ બાતમી આધારે એક ઇસમને પકડી પાડી તેઓની પાસેથી એક મો.સા. કબ્જે કરેલ જે મો.સા. આજથી દોઢેક મહીના પહેલા વેરાવળ બાયપાસથી સાયકલ ચોરી કરેલનું તેમજ એક મોબાઇલ જે આજથી ત્રણેક મહીના પહેલા માધુપુર સોસાયટીમાંથી મોબાઇલ ચોરી કરેલનુ જણાવેલ હોઇ આરોપી

મુસ્તુફા ઉર્ફે કાળુ સૈયદભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે. માધુપુર ગીર સોસાયટી વિસ્તાર તા.તાલાલા પાસેથી મુદામાલ કબ્જે કરેલ છે.

તેમજ આ સિવાય આ આરોપીએ આજથી એકાદ મહીના પહેલા એક મો.સા. તાલાલાના બોરવાવ ગામેથી ચોરી કરી જુનાગઢના દાતાર વિસ્તાર પાસે મુકી દીધેલની કબુલાત આપેલ છે.

આ કામગીરી કર્મચારીઓ એલ.સી.બી. પો.ઇન્સ. એ.એસ.ચાવડા, પો.સબ ઇન્સ., વી.કે.ઝાલા, એ.એસ.આઇ., મેસુરભાઇ વરૃ, નરેન્દ્રભાઇ કછોટ, લાલજીભાઇ બાંભણિયા, સરમણભાઇ સોલંકીએ કરી હતી.(

(1:14 pm IST)