મોરબી જીલ્લામાં દેશી દારૂના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૬ મહિલા સહિત ૧૪ પકડાયા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૪: જીલ્લામાં દેશી દારૂના હાટડા ઉપર પોલીસે ઘૌસ બોલાવી દેશીદારૂ વેચતી ૬ મહિલા સહિત ૧૪ શખ્સોને ઝડપી લીધા હતા.
મોરબીમાં આરોપી જયાબેન સુનીલભાઇ વાણવી લાલપર ગામની સીમમાં તાજ નળિયાના કારખાના પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૩૦ દેશીદારૂ લી-૦૬ કિે. રૂ.૧૨૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. તેમજ મોરબીમાં આરોપી શાન્તાબેન લખમણભાઇ સોંદરવા લાલપર ગામની સીમ પ્રીયા ગોલ્ડ કારખાના પાસે પોતાના કબ્જાના પ્લા. ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૨૫, દેશીદારૂ લી-૦૫, કિ.રૂ.ે૧૦૦/-નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. મોરબીમાં આરોપી મહેશ ધનજીભાઇ સાવરીયા જાંબુડીયા ગામની સીમ, પાવર હાઉસ પાછળ પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૨૫ દેશીદારૂ લી-૦૫,કિ.રૂ.૧૦૦/- વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. તેમજ મોરબીમાં આરોપી સંગીતાબેન નરેશભાઇ ચાડમીયા રફાળેશ્વર- પાનેલી રોડ ઝુંપડા પાસે પોતાના કબ્જામાં પ્લા. ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ- ૪૦ દેશીદારૂ લી-૦૮ કિ.રૂ.૧૬૦/-નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. મોરબીમાં આરોપી કિશોર બચુભાઇ બળોધરા રંગપર ગામની સીમ વિરાટનગર લુટોન સિરામીક સામે રોડ ઉપર દેશી પીવાના દારૂની ૨૦૦ મીલીના માપની કોથળીઓ નંગ-૨૫ દેશી દારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. મોરબીમાં આરોપી હસમુખ દીપકભાઇ ચૌવસીયા લાતીપ્લોટ શેરી નં.૦૩ ના ખુણે રોડ ઉપર પોતાના કબ્જામાં પ્લાની નાની નાની ૨૫૦ મીલી ભરેલ કોથળીઓ નંગ-૨૪ દારૂ લીટર-૬ કિ.રૂ.૧૨૦નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો.
વાંકાનેરમાં આરોપી જયેશ જીવરાજભાઇ બદ્રકિયા નવાપરા વાસુકીદાદાના મંદિર પાસે દેશી દારૂ લીટર -૦૩, કિં.રૂ.૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી સંજય કારૂભાઇ ફતેપરા સિૅધાવદર સાતપુલના નાલા જવાના રસ્તે કેનાલના કાઠે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૦૮ , કિં. રૂ.૧૬૦/- નો રાખી વેચાણ કરતી મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી માનુબેન રાયસીંગભાઇ વાઘેલા ઢુવા ગામની સીમ એ.કે.હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી મળી આવી હતી.
માળીયામાં આરોપી રણછોડ રઘુભાઇ પાટડીયા માણાબા ગામના રસ્તે રેલ્વે ફાટક પાસે આવેલ તળાવની પાસે દેશી પીવાનો દારૂ લી-૦૪, કિં.રૂ.૮૦/-નો વેચાણ કરવાના ઇરાદે પોતાની પાસે રાખી મળી આવ્યો હતો. માળીયામાં આરોપી રાયસીંગ રવાભાઇ શંખેસરીયા ખાખરેચી ગામના પાણીના ટાંકા પાછળ દેશી દારૂ જેવું કેફી પ્રવાહી ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૨૪, દેશી દારૂ લી.૦૬, કિેં. રૂ.૧૨ર્૦/-નો પોતાના કબ્જામાં રાખી મળી આવ્યો હતો. માળીયામાં આરોપી રશુલ કરીમભાઇ મોવર માતમ ચોક પાસે કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા. ની કોથળીઓ નંગ-૩૦, દેશી દારૂ લી.૦૬, કિં.રૂ. ૧૨૦/-નો પોતાના કબ્જામાં રાખી મળી આવ્યો હતો. ટંકારામાં આરોપી શોભનાબેન કલુભાઇ જખાણીયા છત્તર જી.આઇ.ડી.સી. પાસે દેશી દારૂ લીટર-૦૫, કિૈ.રૂ.૧૦૦/૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. ટંકારામાં આરોપી દિવ્યાબેન રાજેશભાઇ ચાડમીયા લતીપર રોડ હિરો શો-રૂમ પાસે તાના કબ્જામાં એક કાપડની થેલીમાં નાની પ્લા.ની આશરે ૨૦૦મી.લી. દેશી દારૂ ભરેલ નાની કોથળીઓ નંગ-૩૦ લીટર, આશરે ૦૬ જેની કિં. રૂ.૧૨૦/-નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્ય હતો.