સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

લીલીયાના મોટા કણકોટમાં પૈસાની લેતી દેતીમાં ધોકો મારતા મહિલાનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૪ :.. લીલીયાના મોટા કણકોટની સીમમાં પૈસાની લેતી દેતી પ્રશ્ને માથાકુટ થતા લાલુભાઇ સુરતીયાભાઇ કટારીયાના પત્‍નિ પરમબેન ઉ.વ.ર૧ ને ગણકર હિરૂ માવીભાઇ એ માથામાં ધોકા વડે માર મારી ગંભીર ઇજા કરતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું લીલીયા પોલીસમાં જાહેર થતા પોલીસે ખુનનો ગુનો દાખલ કરેલ છે. વધુ તપાસ પી. એસ. આઇ. એમ. ડી. ગોહીલ ચલાવી રહ્યા છે.

(2:27 pm IST)