સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

જામનગરમાં વિદેશી દારૃની ૨૨ બોટલ સાથે ભોય શખ્સ ઝડપાયો

જામનગર,તા. ૨૪ : શાક માર્કેટ ભોયવાડો પખાલીવાડમાં રહેતા અમિત મુકેશભાઇ રાઠોડ પોતાના મકાનમાં વિદેશી દારૃની બોટલો રાખી વેચાણ કરે છે. તેવી હકીકતના આધારે રેઇડ કરતા બોટલો નંગ-૨૨, કી.રૃા. ૧૧,૦૦૦ મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી અમિત ભોય (ઉવ.૨૧) ધંધો.મજુરી વાળો પકડાઇ જતા પો.હેડ કોન્સ. આર.એ.જાડેજા નાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આ અંગે પો.કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૃભા સોઢાએ ફરીયાદ આપેલ છે તેમજ દારૃ આપનાર ઇમરાન શેખ રહે કીશાન ચોક જામનગર વાળાને પકડવા પર બાકી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એમ.બી.ગજ્જર તથા પો.સબ ઇન્સ. બી.એસ.વાળા તથા પો.હેડ કોન્સ. રવિરાજસિંહ અનિરૃધ્ધસિંહ જાડેજા તથા મહિપલસિંહ મયુરસિંહ જાડેજા તથા દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા રવિન્દ્રસિંહ નાથુભા પરમાર તથા શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા શૈલેષભાઇ કાંતીલાલ ઠાકરીયા તથા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા રૃષિરાજસિંહ જાડેજા તથા રવિભાઇ શર્મા દ્વારા કરવામાં આવેલ છે.

(12:01 pm IST)