સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

ઉના પાસે ૪ યુવાનો ર થેલામાં ઇંગ્‍લીશ દારૂની ૬૦ બોટલો લઇ જતા ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૪ :.. તડ ચોક પોસ્‍ટ નજીક બે ડબલ સવારીમાં બાઇકમાં આવતા ૪ યુવાનો ર થેલામાં દારૂની ૬૦ બોટલો લઇ જતાં હોય પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

નવાબંદરમરીન પોલીસનાં પીએસઆઇ એ. બી. વોરા, એએસઆઇ જોરૂભા મકવાણા, પો. હેડ કો. જી. એમ. વાળા, અભિજીતસિંહ રાજેન્‍દ્રસિંહ, પો. કો. ભીખુશા બચુશા, સહદેવસિંહ જેઠીજી ત્‍થા વિજયસિંહ દુદાભાઇ જશપાલભાઇ નોંધણભાઇ, સતીષભાઇ જોધાભાઇ ચૂંટણીમાં કાયદો વ્‍યવસ્‍થા કડક રીતે જળવાય તે માટે પેટ્રોલીંગ દરમિયાન વણકબારી દિવ તરફથી તડ ચેક  પોસ્‍ટ પાસે બજાજ કું. પ્‍લસર મો. સા. જીજે ૧૩ એ ૦૮ર૧ તથા જીજે ૩ર-૧-કયુ ર૭રપ  ઉપર ૪ શખ્‍સો આવતા હોય તેને રોકાવી થેલા ચેક કરતાં આરોપી જયદીપ દામજી ચુડાસમા, અભેસિંહ ઉર્ફે રણજીત કાળુભાઇ ગોહીલ દરબાર, જયેશ ધીરૂભાઇ ચનેરા તથા દેવાભાઇ કાળુભાઇ રાઠોડ દરબાર રે. તમામ જામવાળા (ગીર) તા. ગીરગઢડાનાં કબ્‍જામાંથી વિવિધ બ્રાન્‍ડની ઇગ્‍લીશ દારૂની બોટલ ૩૬ ત્‍થા બીયરની બોટલ ર૪ નંગ ત્‍થા લૂઝ વિદેશી દારૂની પ્‍લાસ્‍ટીકના રપ બુંગીયા તથા બે મોટર સાયકલ, મોબાઇલ ફોન-૧ મળી રૂા. ૧ મળી રૂા. ૧ લાખ ૧પ હજાર પર૦ ની કિંમત મુદામાલ સાથે પકડી પોલીસ સ્‍ટેશને લાવી પુછપરછ કરતા નરેશભાઇ સંતોષ બાર વાળાએ દારૂ આપેલ હોવાનું જણાવતા કુલ પાંચ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(2:26 pm IST)