સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

જસદણ બેઠકમાં ૨૫૦ વડીલોએ ઘરે બેઠા મતદાનની ફરજ નિભાવી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૪ :  જસદણ વિધાનસભા બેઠકમાં મોટી ઉંમરના વડીલોએ ઘરે બેઠા મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી.

જસદણ  બેઠકના ગામડાઓમાં ૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલો માટે ઘરે બેઠા મતદાનની વ્‍યવસ્‍થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.  જેના માટે ફોર્મ ૧૨ ડી ભરવાનું હતું. જસદણ બેઠક માટે કુલ ૨૬૧ લોકોએ ફોર્મ ૧૨ ડી ભર્યું હતું. જે પૈકી ૨૫૦ વડીલ મતદારોએ તેમના ઘરે બેઠા મતદાન કર્યું હતું. વડીલોના ઘરે પ્રીસાઈડીંગ ઓફિસર, પોલીંગ એજન્‍ટ, વિડીયોગ્રાફર સહિતની ચૂંટણી તંત્રની ટીમ વડીલ મતદારોના ઘરે ગઈ હતી અને બેલેટ પેપર દ્વારા મતદાન કરાવ્‍યું હતું. જસદણ બેઠકના ચૂંટણી અધિકારી  આર.જી. આલ, નોડલ અધિકારી અને મામલતદાર સંજયસિંહ અસવાર નાં માર્ગદર્શન હેઠળ

તમામ વડીલ મતદારો માટેની વ્‍યવસ્‍થા નાયબ મામલતદાર ડી.જી. આચાર્ય દ્વારા કરવામાં આવી હતી.

(2:27 pm IST)