સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

મીઠાપુર : મોટા આસોટાનાં યુવાનનાં પ્રશંશનીય કાર્ય માટે દુબઈ પોલિસ દ્વારા સન્‍માન

મીઠાપુર : મોટા આસોટાનાં યુવાન કેશુરભાઇ કારુભાઈ ચાવડા કે જેઓએ દુબઈમાં રોકડ રકમ લઈને જઈ રહેલા એક યુવાનનું બેગ લૂંટારા એ લૂંટી લીધું હતું અને યુવાને મદદની માંગણી કરતા કેશુરભાઈએ તુરંત જ પોતાના જીવની પરવાહ કર્યા વગર ચોરને સરખો મેથીપાક ચખાડી પોલિસને હવાલે કરી દિધો હતો. અને ૬ કરોડ જેટલી રકમ મૂળ માલિકને પરત કરાઇ હતી. દુબઈ પોલીસે કેશુરભાઈની આ બહાદુરી અને હિંમતને બિરદાવવા માટે હેડક્‍વાટર ખાતે બોલાવી ગોલ્‍ડ મેડલ અને પ્રશંસાપત્ર આપી સન્‍માનિત કર્યા હતા અને તેમની આ બહાદુરીની ભારોભાર પ્રશંસા કરી હતી. (તસ્‍વીર- અહેવાલ : દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)

(10:43 am IST)