News of Thursday, 24th November 2022
આજે મનસુખભાઈ માંડવીયા અને પરસોત્તમ રૂપાલા કચ્છમાં: ગાંધીધામ, ભુજ, નખત્રાણા, મુન્દ્રામાં જાહેરસભા
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪
વિધાનસભાની ચૂંટણીનો માહોલ અંતિમ તબક્કા તરફ છે ત્યારે ભાજપે કચ્છમાં પોતાનું પ્રચાર અભિયાન વધુ તેજ બનાવ્યું છે. કચ્છમાં આજે બબ્બે નેતાઓ ભાજપના ઉમેદવારો માટે સભાઓ ગજવશે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ગાંધીધામ મધ્યે માલતીબેન મહેશ્વરીના સમર્થન માટે તેમ જ ભુજના માધાપર ગામે કેશુભાઈ.પટેલના સમર્થન માટે જાહેરસભા કરશે. જ્યારે પરસોતમ રૂપાલા અબડાસા બેઠકના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટે નખત્રાણા મધ્યે તેમ જ માંડવી બેઠકના ઉમેદવાર અનિરુદ્ધ દવે માટે મુન્દ્રા મધ્યે જાહેરસભા કરશે.
(10:01 am IST)