સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

પેરોલ ઉપર છુટયા બાદ ઘરે આવેલા પતિનો પત્નિ સાથે આપઘાત

ભાવનગર જીલ્લાનાં આંબલા ગામે દેવીપુજક દંપતિના આપઘાતથી અરેરાટીઃ ઘરકંકાસના કારણે જીવ દીધો

ભાવનગરઃ તસ્વીરમાં મૃતક દંપતિ અને ઘટના સ્થળે પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ નજરે પડે છે (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.રપ : ભાવનગરના આંબલા ગામે પતિ-પત્નિએ ગળાફાંસો ખાઇ સજોડે આત્મહત્યા વહોરી લીધી હતી.

મળતી વિગતો મુજબ ભાવનર જીલ્લાના સિહોર પાસેના આંબલાગામે રહેતા ચકુભાઇ રામભાઇ વાઘેલા ઉ.૩પ નામના દેવીપુજક યુવાન અને તેના પત્ની કાળુબેન ચકુભાઇ ઉ.૩ર એ તેનાઘરે ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથધરી હતી મૃતક ચકુભાઇ વાઘેલા હત્યા કેસમાં રાજકોટની જેેલમાં સજા ભોગવી રહ્યા હતા અને પેરોલ ઉપર છુટી પોતાના ઘેર આવ્યા હતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઘરકંકાસને કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલા પામ્યું છે.

(1:27 pm IST)