સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

જામનગર કોર્પોરેશન દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ - માસ્ક સહિતના મુદે દંડનાત્મક કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: તાજેતરમાં કોરોના સંક્રમણ કેસ વધતા જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા અંગેની સરકારશ્રીની ગાઈડ લાઈન અનુસાર લોકોને જાહેરમાં ન થુંકવા, સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા તથા જાહેરમાં ફેસ માસ્ક ઉપયોગ કરવા અંગે ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે અનુસંધાને સરકારશ્રીની વખતો વખતની ગાઈડ લાઈનની અમલવારી ન કરતા લોકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

શહેરના દુકાન, મોલ્સ, જાહેર માર્કટ વિગેરેમાં દિવસ તથા રાત્રી દરમ્યાન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે સબબ છેલ્લા ૩ દિવસમાં ર્મ.૪૮,૦૦૦/- જેટલો દંડની વસુલાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. આ ઝુંબેશ આવનાર દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે. આથી જાહેર જનતાને શહેરમાં કોરોના સંકમણ અટકાવવા સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા, જાહેરમાં માસ્ક પહેરવા તથા જાહેરમાં ન થુંકવા અપીલ કરવામાં આવે છે. અન્યથા મહાનગરપાલિકા દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(12:58 pm IST)