સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

ઠંડીમાં ઘટાડોઃ નલીયા-૧૩, રાજકોટ-૧૪.૧

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો

રાજકોટ તા.રપ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયા બાદ આજે પણ ઠંડી ઘટી છે. આજે નલીયા અને ગાંધીનગરમાં ૧૩ ડિગ્રી જયારે રાજકોટમાં ૧૪.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રવિવાર સુધી લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતર્યા બાદ ગઇકાલ મંગળવારથી લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડવા લાગ્યો છે જેના કારણે ઠંડીમાં રાહતનો અનુભવ થઇ રહ્યો છે.

જો કે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે ઠંડીમાં વધુ ઘટાડો નોંધાયો છે.

કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ

તાપમાન

અમદાવાદ

૧પ.૬

ડિગ્રી

ડીસા

૧૩.ર

ડિગ્રી

વડોદરા

૧૭.૬

ડિગ્રી

સુરત

ર૦.ર

ડિગ્રી

રાજકોટ

૧૪.૧

ડિગ્રી

કેશોદ

૧૪.૯

ડિગ્રી

ભાવનગર

૧૮.૬

ડિગ્રી

પોરબંદર

૧પ.૬

ડિગ્રી

વેરાવળ

૧૮.૬

ડિગ્રી

દ્વારકા

૧૭.૪

ડિગ્રી

ઓખા

ર૦.૩

ડિગ્રી

ભુજ

૧૪.૩

ડિગ્રી

નલીયા

૧૩.૦

ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૬.૦

ડિગ્રી

ન્યુકંડલા

૧પ.૦

ડિગ્રી

અમરેલી

૧૬.૪

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧પ.૪

ડિગ્રી

ગાંધીનગર

૧૩.૦

ડિગ્રી

મહુવા

૧૬.પ

ડિગ્રી

દિવ

૧૭.૮

ડિગ્રી

વલસાડ

૧૮.૦

ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૮.૦

ડિગ્રી

(12:52 pm IST)