ભાવનગરમાં ફરી ગેસની લાઈન તૂટી : લોકોમાં ભયનો માહોલ: પોલીસ ગોઠવી દેવાઈ
પ્રેસ ક્વાર્ટર પાસે સિક્સલેન રસ્તાનું કામ ખોદકામ વેળાએ લાઇન મોટા પ્રમાણમાં તૂટી
ભાવનગરમાં ગેસ લાઇન તૂટવાની ઘટના સામે આવી છે. મોટી માત્રામાં તૂટેલી ગેસ લાઈનથી લોકો ભયભીંત થઈ ગયા હતા અને રસ્તા પર નીકળતા તથા આસપાસના લોકોમાં ડર જોવા મળતો હતો
ભાવનગરના પ્રેસ ક્વાર્ટર પાસે સિક્સલેન રસ્તાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે પ્રેસ ક્વાર્ટરનો બીજો રસ્તો કહેવાતા અને શેવોરેટ કારનો શોરૂમની બાજુમાં ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન લાઇન મોટા પ્રમાણમાં તૂટી હતી. લાઇન તૂટતા હાલ રસ્તાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
ભાવનગરમાં દેસાઈનગરથી નારી ચોકડી વચ્ચે વારંવાર પીએનજી ઘરેલુ ગેસની લાઇન તૂટવાના બનાવ બનતા રહ્યા છે, ત્યારે ભાવનાગરમાં આજે તૂટેલી ગેસ લાઈનથી રસ્તા પર નીકળતા વાહનોના અવાજ પણ સંભળાય નહીં તેટલી મોટી માત્રામાં લાઈન તૂટી ગઈ હતી. ગેસની લાઈનમાંથી નીકળતા ગેસનો અવાજ એટલો હતો કે, આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા. તેથી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને પોલીસને ગોઠવી દેવામાં આવી હતી.
ગેસની પાઈપ લાઈન તુટવાથી ગેસ લીક થઈ રહ્યો હતો. જેને કારણે ગેસથી આગની ઘટના ન બને તે માટે સાવચેતી રાખવામાં આવી હતી.