સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

ગોંડલના શિવરાજગઢ ગામે વાડીમાં જુગાર રમતા ૭ પત્તાપ્રેમી પકડાયા

સાતેય સામે કોરોના જાહેરનામા ભંગનો પણ ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૨૫ :. ગોંડલના શિવરાજગઢ ગામે વાડીમાં જાહેરમાં જુગાર રમતા ૭ પત્તાપ્રેમીઓને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલ સાતેય સામે કોરોના વાયરસના જાહેરનામા ભંગનો પણ ગુન્હો નોંધાયો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ શિવરાજગઢ ગામે પ્રવિણ ગોરધનભાઈ વોરાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકાના પીએસઆઈ મહાવીરસિંહ પરમાર તથા પો.કો. શકિતસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ કરી વાડીમાં જાહેરમા જુગાર રમતા પ્રવિણ વોરા, પ્રવિણ નરસીભાઈ વોરા, દિનેશ ઉર્ફે ઠોકર દેવજીભાઈ વોરા, વિનુ સવજીભાઈ જાદવ, નયન જીણાભાઈ વોરા, બાબુ અરજણભાઈ ખુંટ તથા ગોવિંદ ભીમજીભાઈ મેર રે. તમામ શિવરાજગઢને રોકડા રૂ. ૧૬,૧૩૦ તથા એક બાઈક મળી કુલ ૨૮,૧૩૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ તમામ સામે કોરોના સંક્રમણના જાહેરનામા ભંગનો પણ ગુન્હો દાખલ કરાયો હતો.

(11:41 am IST)