સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

જુનાગઢ બાદ ઉપલેટામાં ભાજપ પ્રમુખ સંજય માકડીયાના પત્નિ દ્વારા ચલાવાતા જુગારધામનો પર્દાફાશ

જુદા-જુદા ગામોમાંથી બોલાવીને ભાવના માકડીયા જુગાર રમાડતી હોવાનું ખુલ્યુ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.રપ : અહિયા કાલે તાલુકા ભાજપના પ્રમુખ સંજય માકડીયાના પત્નિ દ્વારા ચલાવાતું મહિલા જુગારધામ ઝડપાયા આખા શહેરમાં આ જુગારધામ ચર્ચાનો વિષય બનેલ છે. ખાસ કરીને કડવા પાટીદારોમાં ઉપલેટાના માકડીયા કુટુંબ મોટુ અને પ્રતિષ્ઠિત ગણાય છે. ત્યારે આ જુગારધામ પકડાતા પાટીદાર મહિલાઓમાં પણ આજ વાત થતી હતી.

આ બનાવની વિગત એવા પ્રકારની છે કે અહિયા યાદવ રોડ ઉપર આવેલ ''ગોકુલધામ'' મકાનમાં મહિલાઓ માટે મહિલા દ્વારા જુગારધામ ચલાવતું હોવાની પોલીસને બાતમી મળતા ગઇ કાલે સાંજના છ વાગ્યાની આજુબાજુ ગોકુલધામ મકાન ઉપર પોલીસે રેડ પાડતા ૭ મહિલાઓને જુગાર રમતા રૂ.૭૧૦૦૦/- રોકડા સાથે ઝડપી પાડી હતી આ સાત મહિલાઓમાં (૧) ભાવનાબેન સંજય માકડીયા-ઉપલેટા અનુબેન રમેશ પટેલ-ઉપલેટા, (૩) હેતલ જગદિશ ગોસાઇ-ઉપલેટા (૪) નર્મદાબેન નથુભાઇ વાડીયા-ઉપલેટા (પ) મુમતાજ રફીકભાઇ-ધોરાજી (૬) અલ્પાબેન સંજય ચાવડા (૭) જયશ્રી નીલેષ રાખોલીયા ધોરાજીવાળાનો સમાવેશ થાય છે.

આ જુગારમાં સૌથી મહત્વની બાબતએ છે  જુગારધામ-ઉપલેટા તાલુકા ભાજપના પ્રમુખ પત્નિ ભાવના જુદા જુદા ગામોમાંથી મહિલાઓને બોલાવીને ચલાવતા હતા ભાજપના આગેવાનો દ્વારા ભાવનાબેનનું નામ કઢાવવા એડીચોટીનું જોર લગાવેલ પણ વાત આખા શહેરમાં ફેલાઇ જતા પોલીસે આવુ જોખમ લેવા તૈયાર થઇ નહોતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે જુનાગઢ ભાજપ અગ્રણીના પાર્ટી પ્લોટમાંથી પણ જુગારધામ ઝડપાયું હતું. હેવે ઉપલેટામાંથી ઝડપાયું છે.

(11:40 am IST)