સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

મોરબીમાં નોકરીની તૈયાર કરતા યુવાનો માટે પુસ્તકાલય

મોરબીઃ મોરબી જિલ્લાની કાર્યશીલ સંસ્થા સમતા ફાઉન્ડેશન દ્વારા મોરબી માં સરકારી જોબ ની તૈયારી માટે એક પુસ્તકાલય ચલાવવામાં આવે છે ઉપરાંત સરકારી જોબ માટેના નિશુલ્ક કોચિંગ કલાસ પણ સમતા ફાઉન્ડેશન દ્વારા કોરોના કાળ પૂર્વે ચલાવવામાં આવતા હતા.  આકાશભાઈ વાઘેલાએ ખંતથી રેલ્વે વિભાગમાં સરકારી જોબ મેળવીને સમતા ફાઉન્ડેશનના પુસ્તકાલયમાં ૧૦,૦૦૦ થી વધુ કિંમતના સરકારી જોબની તૈયારી માટેના પુસ્તકો દાનમાં આપેલ છે જે બદલ આકાશભાઇ વાઘેલા ને અભિનંદન પાઠવેલ. આ તકે મોરબી જિલ્લા ના જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ સોલંકીનું અને આકાશભાઇ વાઘેલાનું સમતા ફાઉન્ડેશન દ્વારા શિલ્ડ આપીને સન્માન કરવામાં આવેલ. તે તસ્વીર.

(11:37 am IST)