સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

જામજોધપુરના મહિકીના ૧૧૦ વર્ષના રાયાદાદા હાલીને ખેતરે જાય : ૭ રોટલી-રોટલાનો દેશી ખોરાક

(અતુલ ચગ દ્વારા)પાનેલી મોટી,તા.૨૫ : અત્યારના આ સમયમાં જયાં માંડ ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે જુવાનિયા હાંફી રહે છે થોડુંક ચાલે કે કામ કરે ત્યાંતો થાકી જાય છે ત્યારે જુવાનિયાને પણ શરમાવે તેવા એક દાદા હજુ પણ દરરોજ ફટાફટ હાલીને ખેતરે પહોંચી જાય છે કોઈ જાતનો થાક લાગતો નથી ત્રણ ટાઈમનું ભોજન લઇ લ્યે છે નેં એ પણ પૂરતું સાત થી આઠ રોટલી રોટલો શાક ખીચડી કાચો સંભારો દૂધ છાસ જેવો દેશી ખોરાક ગટગટાવી જાય છે નેં જો કયાય પ્રસંગ માં જમવા જાય તો દશ બાર ઢેફલી દાબી જાય ગામમાં ઘણા લોકો તેને જુવાન ભાભાના હુલામણા નામથી પણ ઓળખે છે

જામ જોધપુર તાલુકાના મહીકી ગામના ચુવાળિયા કોળી રાયાભાઈ વાઘાભાઈ ગાંગડિયા બચપણ થીજ મહીકીમાં રહે છે પોતે ત્રણ ભાઈ અને ત્રણ બહેનો માઁ પોતે એકજ હયાત છે રાયાભાઈ નેં સંતાન માઁ ત્રણ દીકરી ત્રણ દીકરા છે જે બધા સાથે છે રાયાબાપાના પત્ની પણ હયાત છે જે હવે પગે જાબર થયાં છે રાયાબાપા પોતાની આટલી ઉંમરમાં કોઈ રોગ નથી દાંત પણ હજુ એવા નેં એવા છે આંખે નજીકનાં ચશ્માં છે બાકી નખશીશ નિરોગી શરીર. નરોડી જેવા બાપા નેં જોઈને જુવાનિયા નેં પણ ઈર્ષા આવે બાપાની આ જુવાનીનું રાઝ દેશી ખોરાક અને લીલા શાકભાજી સાથે ગાયનું ઘી દૂધ દહીં અને રોજ ચાલવાનું.

 જો બાપાની આ સાદગી જીવનમાં ઉતારિયે તો શરીરથી નરવા રહીએ સાથેજ લાબું આયુષ્ય આપણે પણ ભોગવી શકીયે.

(11:28 am IST)