સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th November 2020

ભુજ નજીક મમુઆરા પાસે ટ્રકે હડફેટે લેતાં ત્રણ યુવાનોના મોત

ટ્રીપલ સવારી સાથે ફેકટરી ઉપર કામે જતાં કામદારોને કાળ ભેટયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : ભુજ ભચાઉ હાઈવે ઉપર મમુઆરા ગામે ચાઇનાકલેની ફેકટરીએ મજુરીએ જતાં ત્રણ કામદારોના મોતને પગલે અરેરાટી છવાઈ છે.

ટ્રીપલ સવારીમાં બાઈક ઉપર કામે જઈ રહેલા યુવાન કામદારોની બાઈકને ટ્રકે હડફેટે લીધી હતી.

જેમાં બાઈકસવાર જાંબુવા મધ્યપ્રદેશના પર પ્રાંતીય કામદારો સાગર જોતિયા ડામોર (ઉ.૨૫), કાલિયા નાથેણી ડામોર (ઉ.૨૪), શંકર કરસન નિનામા (ઉ.૨૩) એ ત્રણેયના સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજયા હતા.

(10:52 am IST)