અમરેલીના ખાંભા મોટા ભારમણમાં દીપડાનો આતંક : બકરીના બચ્ચાને ઉઠાવી ગયો :દ્ર્શ્યો CCTVમાં કેદ
ગામલોકોમાં ફફડાટ ફેલાયો : વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મુકાયું
અમરેલીના ખાંભા મોટા ભારમણ ગામે દીપડાનો આતંક જોવા મળ્યો, મોડી રાત્રે ગામમાં દીપડો આવી જતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામમાં દીપડો બકરીના બચ્ચાને ઉઠાવી જતો હોય તેવા દ્ર્શ્યો સીસીટીવીમાં કેદ થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગામલોકો દ્વારા વન વિભાગને દીપડો પકડવાની રજૂઆત કરવામાં આવી છે, બીજી તરફ વન વિભાગ દ્વારા પણ દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે
અમરેલીના ખાંભા મોટા ભારમણ ગામે દીપડાનો આતંક જોવા મળ્યો, મોડી રાત્રે ગામમાં દીપડો આવી જતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામમાં દીપડો બકરીના બચ્ચાને ઉઠાવી જતો હોય તેવા દ્ર્શ્યો સીસીટીવીમાં કેદ થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.જેને લઈ ગામલોકો દ્વારા વન વિભાગને દીપડો પકડવાની રજૂઆત કરવામાં આવી છે, તો બીજી તરફ વન વિભાગ દ્વારા પણ દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે